કેમ હજી સુધી દિકરી વામિકાનો ફોટા સોશિયલ મીડિયામાં નથી કર્યો પોસ્ટ? વિરાટ કોહલીએ આપ્યું કારણ

કેમ હજી સુધી દિકરી વામિકાનો ફોટા સોશિયલ મીડિયામાં નથી કર્યો પોસ્ટ? વિરાટ કોહલીએ આપ્યું કારણ

 • Share this:
  નવી દિલ્લી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અનુષ્કા શર્મા (Anushka Sharma)બંન્ને આ વર્ષે એક નાની પરીના માતા પિતા બન્યા કોહલીએ તેમના પહેલા બાળકના જન્મ સમયે ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટ મેચની સિરીઝમાંથી અંતિમ ત્રણ મેચોમાં રજા લઈ લીધી હતી. દિકરીના જન્મના થોડા દિવસો બાદ અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર વામિકાના નામની જાહેરાત કરી હતી. જન્મ બાદથી જ વામિકા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. મહત્વનું છે કે, વામિકાના નામે સોશિયલ મીડિયા પર કેટલાય ફેન પેજ પણ બની ગયા છે.

  મહત્વનું છે કે, આ જોડીએ હંમેશાં જાળવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર,તેઓ પુત્રીને લઈ તેમની ગોપનીયતામાં દખલ કરશે નહીં. કોહલી પર ચાહકો સાથે સોશિયલ મીડિયા સેશન દરમિયાન કોહલીએ કહ્યું હતું કે, તેમની પુત્રી ક્યારે સોશિયલ મીડિયા પર આવશે. તેમણે પોતાની પુત્રીના નામનો અર્થ પણ સમજાવ્યો.

  આ સેશન દરમિયાન એક ચાહકે કોહલીને પૂછ્યું કે, તેમની પુત્રીના નામનો અર્થ શું છે. ભારતીય કેપ્ટનએ જવાબ આપ્યો કે, વામિકા દુર્ગા માતાનું બીજું નામ છે. જ્યારે ફેને પૂછ્યું કે, તેણે હજી સુધી પોતાની પુત્રીની તસવીર સોશિયલ મીડિયા પર કેમ શેર કરી નથી.

  તેના જવાબમાં કોહલીએ કહ્યું હતું કે, અમે દીકરીને તે સમજણી ન જાય ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રાખવાનું નક્કી કર્યું છે અને તે પોતાને માટે યોગ્ય પસંદગી કરવામાં સક્ષમ છે. આ વર્ષની શરૂઆતમાં, કોહલી અને અનુષ્કાએ પપરાજી સાથે એક નોંધ શેર કરતી વખતે, તેમને તેમની પુત્રીની ગોપનીયતાનો આદર કરવાની અપીલ કરી હતી. હાલમાં, કોહલી આવતા મહિને ઈંગ્લેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટાઇટલ મેચની તૈયારીમાં વ્યસ્ત છે.undefined
  Published by:kuldipsinh barot
  First published:May 30, 2021, 4:11 pm

  टॉप स्टोरीज