Xiaomi 12 સ્નેપડ્રેગન 8 Gen1 ચિપસેટ સાથે લૉંચ થનારો પ્રથમ સ્માર્ટફોન બની શકે

Xiaomi 12 સ્નેપડ્રેગન 8 Gen1 ચિપસેટ સાથે લૉંચ થનારો પ્રથમ સ્માર્ટફોન બની શકે
શાઓમી 12 સિરીઝ (ફાઇલ તસવીર)

Xiaomi 12 series: શું Snapdragon 8 Gen 1 ચિપસેટ સાથે લોન્ચ થનાર પહેલો સ્માર્ટફોન Xiaomi 12 હશે? કંપનીએ કરી આ જાહેરાત.

  • Share this:
    મુંબઈ: થોડા સમયથી શાઓમી 12 સિરીઝ (Xiaomi 12 series)ના લીકની ભરમાર જોવા મળી છે. અગાઉ સ્માર્ટફોન 12 ડિસેમ્બરે લોન્ચ થઈ શકે છે તેવા અહેવાલ સામે આવ્યા હતા. જોકે, હવે આ ફોન 28 ડિસેમ્બરના રોજ લોન્ચ થઈ શકે તેવા સમાચાર (Xiaomi 12 Leaks) સામે આવ્યા છે. આ ઉપરાંત શાઓમી 12માં ક્વાલકોમનું આગામી ફ્લેગશિપ ચિપસેટ (Qualcomm’s chipset) આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. અહેવાલો મુજબ ક્વાલકોમે નવા ફ્લેગશિપ ચિપસેટ સ્નેપડ્રેગન 8 જેન 1 રજૂ કર્યું છે. ઈવેન્ટ દરમિયાન કંપનીએ એવું પણ જાહેર કર્યું હતું કે, આ ચિપસેટને સૌથી પહેલા શાઓમી ઉપયોગમાં લેશે.

    આગામી શાઓમી સ્માર્ટફોન બાબતે શાઓમીના CEO લેઈ જુને (Lei Jun) સ્નેપડ્રેગન ટેક સમિટમાં જાહેરાત કરી હતી. જેમાં શાઓમી 12 સિરીઝની જાહેરાત કરવામાં આવી અને તેમાં પ્રથમ સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટ (Snapdragon 8 Gen 1 chipset) આપવામાં આવશે તેવું પણ જણાવાયું હતું. કંપની નવી ફ્લેગશિપ સિરીઝમાં અનેક ડિવાઇસ લોન્ચ કરે તેવી અપેક્ષા છે અને તેમાંથી એકાદ ડીવાઈસમાં સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટ હોઈ શકે છે.



    ક્વાલકોમે સમિટ દરમિયાન અન્ય સ્માર્ટફોન ઉત્પાદકો એટલે કે બ્લેક શાર્ક, ઓનર, iQOO, મોટોરોલા, નુબિયા, વનપ્લસ, ઓપ્પો, રિયલમી, રેડમી, શાર્પ, સોની, વિવો, શાઓમી અને ZTEના સ્માર્ટફોનમાં નવા સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

    શાઓમીએ કરી હતી જાહેરાત

    ઉલ્લેખનીય છે કે, શાઓમીના લેઈ જુને જાહેરાત કરી હતી કે, શાઓમી 12 સિરીઝ નવા સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટ સાથે લોન્ચ થનાર પ્રથમ સ્માર્ટફોન હશે. ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે, ક્વાલકોમ હંમેશાં શાઓમીના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંનો એક રહ્યું છે. આજે મને એ જાહેરાત કરવામાં ગર્વ છે કે શાઓમી અને ક્વાલકોમ દ્વારા મહિનાઓના સંયુક્ત પ્રયાસ કર્યા બાદ શાઓમી 12 સિરીઝ નવા @Snapdragon 8 5G જેન 1 મોબાઇલ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન હશે.

    રિયલમી પણ છે રેસમાં

    સ્નેપડ્રેગન 8 ચિપસેટ લેવામાં રિયલમી પણ પાછળ રહેવા માંગતું નથી. રિયલમીના GT 2 PROમાં પણ આ ચિપસેટ આપવામાં આવશે. GT 2 PRO પણ નવા સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટને સ્પોર્ટ કરનાર પ્રથમ ડિવાઇસ પૈકી એક હશે. આ ડિવાઇસ રિયલમીનું પહેલું અલ્ટ્રા-પ્રીમિયમ ફ્લેગશિપ ડિવાઇસ હશે અને વનપ્લસ અને સેમસંગ જેવી કંપનીઓ ફ્લેગશિપ ડિવાઇસ સામે ટકરાશે.

    આ પણ વાંચો: Xiaomi 12 Ultra Leak: 48 મેગાપિક્સલના ત્રણ કેમેરા, દુનિયોનું સૌથી ફાસ્ટ પ્રોસેસર!

    સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટમાં શું નવું છે?

    નવું સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટ પ્રોસેસિંગ પાવર, કનેક્ટિવિટી, AI, કેમેરા અને સિક્યોરિટીમાં વધારા સાથે આવે છે. આ ચિપના કારણે 8K HDR રેકોર્ડિંગ થઈ શકશે અને તે ઓલવેઝ ઓન ISP સાથે આવશે.undefined
    Published by:Vinod Zankhaliya
    First published:Dec 1, 2021, 3:55 pm